પ્રસ્તાવના

વ્રુક્ષો અને તેની ઉપયોગીતા બાબતે ના અત્યાર સુધી ના સંલગ્ન વિદ્વાનો , વ્રુક્ષ પ્રેમી ઓ દ્વારા અને ધાર્મિક પુસ્તકો માં ઘણી વિગતો લખવામાં આવી છે.

પરંતુ ... આજ ના વસ્તી વિસ્ફોટ , ગ્લોબલ વોમીઁગ તેમજ લોકો ની , ઉધોગો ની જરુરીયાતોને ધ્યાને લેતા વ્રુક્ષ ઉછેર સિવાય, સૃષ્ટિ ને પર્યાવર્ણીય અને આર્થિક દ્રષ્ટિ એ સમૃદ્ધ બનાવવા માટે વ્રુક્ષ ખેતી સિવાય કોઇ વિકલ્પ હવે રહયો નથી.

ઔધૌગિક હરણફાળ માં કુશળ બીન કુશળ મનુષ્ય શક્તિ ઓછી પડવા માંડી છે. ત્યારે વરસાદ ની વધારે ઓછા પ્રમાણ માં અનિયમીતતા ખેત પેદાશો ના વધતા જતા ખર્ચા , ખેત મજુરો ની ઘટ ,બજાર ભાવો ની સરખામણી એ, અને આવકનાં પ્રમાણ ને જોઇતા પ્રમાણમાં નિયત કરી શકાતુ નથી.

ત્યારે મનુષ્ય ની જરુરીયાતો પૈકી લાક્ડા , ઇમારતી લાક્ડા ,બળતણ ,કાગળ માટે વૂડ પલ્પ - પેકિંગ મટીરીયલ્સ માં વપરાતુ મધ્યમ પ્રકારનું લાક્ડુ , પેન્સિલ , દિવાસળી માં વપરાતાં પોચાં લાક્ડાનાં ઉત્પાદન માટે હવે રાહ જોવી પોષાય તેમ નથી.

હવે, આવો , આગળ આવી આપણી શેઢા ,પાળા ,પડતર જમીન , ફાજલ જમીન , ખેતીની જમીનમાં વ્રુક્ષ ઉછેર કરી સમાજ ની સાથે કદમ મિલાવી ઓછા સમય માં અનેક ગણું ઉત્પાદન મેળવી ,પર્યાવરણ તેમજ આપણી અને સમાજ ની સમુદ્ધિ માટે વુક્ષ ખેતી ( ટ્રી પ્લાન્ટેશન ) તરફ આગળ વધીએ.

ભૌગોલીક દ્રષ્ટિ એ જમીન ને અનુરુપ હોય તેવા વુક્ષો રોપવા, વુક્ષ ખેતી માટે યોગ્ય જાતો ઓછા સમય માં , ઓછી મહેનતે ,ઓછા ખર્ચે , વધારે વળતર આપે. આજની અને આવતીકાલની માર્કેટ ની જરૂરીયાતો પુરી પાડે તેવી પર્યાવરણ લક્ષી વુક્ષો ની જાતો નાં વાવેતર કરવામાં આપની મદદ કરવાં અમારા પ્રયાસો છે.

ઉધોગ ગૃહોને પોતાનાં યુનીટો ની આસપાસ તેમજ ભવિષ્યમાં ઔધૌગિક ઉપયોગ માટે નારીઝર્વ કે ફાજલ જમીન માં યોગ્ય છાયાંનાં વુક્ષો આર્થિક વળતર આપતાં તેમજ વુક્ષો નાં વાવેતર માટે સલાહ સુચન તેમજ ઉછેરની અને માવજત ની સેવા પણ આપીએ છીએ.

આર્થિક દ્રષ્ટિએ પણ વ્રક્ષની ખેતી ઉધોગો કે રોકડિયા પાકો કરતાં પાછળ નથી. તેની ત્રણથી પાંચ વર્ષની વ્રક્ષ ખેતી નાં સમયગાળા માં એક એકર માં વાર્ષીક ઉત્પાદકતામાં વર્ગીકરણ કરતાં 60,000 થી 80,000 જેટલી મહેનત ના પ્રમાણ માં આવક મેળવી શકાય છે , તો મિત્રો,-.....

એગ્રો- ઈન્ડ્સ્ટીયલ - ટ્રી પ્લાન્ટેશન - ફાર્મિગ નાં આધુનિક વિચારો ને અમલમાં મુકવાનો સમય પાકી ગયેલ છે. હવે રાહ શેની જુઓ છો આગળ વધો સૃષ્ટિ આપની સાથે છે.

વ્રુક્ષ અંગેની માહિતી

આ વ્રુક્ષની વય આશરે 50 વર્ષ જેટલી હોય છે.

આ વ્રુક્ષની ઉંચાઈ આછરે 5 વર્ષ માં 30 થી 32 ફૂટ જેટલી હોય છે.

આ વ્રુક્ષ પ્રદુશિત પાણીમાં પણ સરળતાથી વુદ્ધિ પામી શકે છે.

સૌથી વધુ ઝડપી વુદ્ધિ પામતુ વ્રુક્ષ , વાતાવરણ માં તાપમાન લગભગ 7 થી 10 ડીગ્રી ઓછું કરે છે.

ઓછાં પાણી વાળા વિસ્તાર માં પણ સંપુણઁ બારેમાસ લીલું રહેતું , ઝડપથી ઉગતું સુશોભિત વૃક્ષ છે.

તે રેતી તથા ખારાશ વાળી જમીનમાં પણ ઉગે છે , તેથી તે દરિયા કિનારે ઉછેરી શકાય છે.

તેની છાલમાં ટેનીન છે તથા તેની છાલ ઔષધી તરીકે ઉપયોગી છે.

જમીન નું ધોવાણ અટકાવે છે.

પવન અવરોધ માટે ઘણુ ઉપયોગી વ્રુક્ષ છે.

આર્થિક માપદંડ

આર્થિક માપદંડ

ક્રમાંક વ્રુક્ષો ની સંખ્યા સમય અવધી વિસ્તાર અંદાજિત ખર્ચ આવક /એકર ચોખ્ખો નફો
1 1721 5 વર્ષો 1 એકર 1,11,904 6,02,000 4,90,096

કોષ્ટક્માં વ્રુક્ષની આવક અને એકર દીઠ ખર્ચો 5 વર્ષના ગાળા દરમિયાન ભૌગોલિક પરિસ્થિતિને આધીન અંદાજિત.